પોરબંદરઃ માછીમારીની સિઝન શરૂ થયાને હજી એક માસ જેવો સમય પણ થયો નથી ત્યાં ભારતીય જળસીમા નજીક આઠમીએ સવારે ઓખાની એક બોટ માછીમારી કરી રહી હતી ત્યારે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીની શીપ ધસી આવી હતી અને બંદૂકના નાળચે એક બોટ અને છ માછીમારોના અપહરણ કરાયાં હતાં. આ અંગે માછીમાર સંગઠન રોષે ભરાયું છે અને રાજ્ય સરકારને યોગ્ય પગલાં લેવા માગ કરી છે.