પોરબંદરઃ પાકિસ્તાન સરકાર દ્વારા ભારતની અરજીથી હાલમાં પ્રથમ તબક્કામાં ૧૪૪ ભારતીય માછીમારોને છોડવામાં આવ્યા એ પહેલાં ૨૨મી ડિસેમ્બરે પોરબંદરના ૨૮ જેટલા માછીમારોને પાકિસ્તાન મરીને પકડીને પાકિસ્તાનમાં જેલભેગાં કરી દીધાં છે. પોરબંદર ફિશરીઝે જણાવ્યું છે કે, ૨૮ માછીમારો ધરાવતી પાંચ બોટ પોરબંદર નજીક ભારતીય જળસીમામાં માછીમારી કરી હતી તે સમયે પાકિસ્તાન મરિન સિક્યુરિટી એજન્સી ભારતીય જળસીમામાં ઘૂસી આવી અને ભારતીય માછીમારોનું બોટો સાથે અપહરણ કરી ગઈ હતી.