જામનગરઃ પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા વર્ષોથી ભારતીય બોટ અને માછીમારોના અપહરણ થાય છે. હાલમાં જામનગર, દ્વારકા, પોરબંદર સહિત સૌરાષ્ટ્રની ૯૦૦થી વધુ બોટના કાનૂની દસ્તાવેજ ઠીક ન હોવાના કારણે તે બોટ ધૂળ ખાઇ રહી છે તેમજ અબજો રૂપિયાનો વેપાર કરતા ૫૫૪થી વધુ માછીમારો જેલમાં બંધ છે. તેમને છોડાવવા હાલમાં તંત્ર ધ્યાન ન આપતું હોવાની ફરિયાદ છે. માછીમારોનું એક પ્રતિનિધિમંડળ તાજેતરમાં પાકિસ્તાન ગયું હતું જ્યાં બોટનું નિરીક્ષણ કર્યું હતું અને પાક. મરીનના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ અંગે તમામ માહિતીઓ નેશનલ ફિશ વર્કસ ફોરમના સેક્રેટરી મનીષભાઇ લોઢાણીએ તાજેતરમાં આપી હતી.