જસદણ: રાજ્યના કેબિનેટ પ્રધાન અને હાલના જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાના પુત્ર ડો. મનિષ બાવળિયાના લગ્ન પ્રસંગે ૨૫મીએ વીંછીયાના અમરાપુરની સંસ્થામાં રાસ ગરબાનું આયોજન હતું. જેમાં કેબિનેટ પ્રધાન કુંવરજીભાઈ બાવળિયા પત્ની પારૂલબહેન સાથે ડીજેના અને ગરબાના તાલે ઝૂમ્યા હતા. ઉલ્લેખનીય છે કે કુંવરજીભાઈનું જીવન અત્યંત સાદગી ભર્યું છે. કુંવરજીભાઈને લોકોએ પ્રથમ વખત રાસ ગરબે રમતા જોતા ભારે હરખમાં આવી ગયા હતા. આ પ્રસંગે સંસ્થાના બાળકો સાથે વરરાજા ડો. મનિષ પણ મન મૂકીને ઝૂમ્યા હતા.