જામનગરઃ જલારામ નગરમાં ચાલી રહેલી ડિમોલિશનની કામગીરી સામે સ્થાનિક લોકોના વિરોધને પગલે સાંસદ પૂનમબહેન માડમ ડિમોલેશન રોકવા ગયા હતા. તેઓ અધિકારીઓ તથા મીડિયા સાથે વાત કરી રહ્યાં હતાં ત્યારે અચાનક એમનાં પગ નીચેનો એક સ્લેબ તૂટતાં પૂનમબહેન તથા કેટલાંક આઠથી દસ ફૂટ ઊંડા નાળામાં પડ્યા હતા. જોકે ત્યાં હાજર સૌએ તાત્કાલિક તેમને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા અને એર એમ્બ્યુલન્સ મુંબઈ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પૂનમબહેનને માથા પર ટાંકા આવ્યા છે. એમનો સિટી સ્કેન રિપોર્ટ નોર્મલ આવ્યો છે. એમને પગમાં પણ ઈજા થઈ છે. જેના પગલે તેમને થોડો સમય હોસ્પિટલમાં સારવાર લેવી પડશે.