પોરબંદરઃ પાક. મરિન સિક્યુરિટીએ વધુ એક વખત ભારતીય જળસીમા નજીકથી પોરબંદર અને વેરાવળની ચાર બોટ અને વીસથી વધુ માછીમારોના અપહરણ કર્યા છે. ગત માસે બોટ અપહરણની બે ઘટના બાદ વધુ એક ઘટના બનતા માછીમારોમાં ભારે રોષ છે. ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલી સૌરાષ્ટ્રની ૪ બોટ અને ૨૦થી વધુ માછીમારોના અપહરણ કર્યા છે. માછીમાર અગ્રણી મનીષભાઈ લોઢારીએ જણાવ્યું હતું કે ભારતીય જળસીમા નજીક સૌરાષ્ટ્રની કેટલીક બોટો ફિશિંગ કરી રહી હતી ત્યારે એકાએક પાક. મરીન સિક્યુરિટીની શિપ ત્યાં ધસી આવી હતી અને બંદુકના નાળચે ચારેય બોટ અને તેમાં સવાર વીસથી વધુ ખલાસીના અપહરણ કરી તમામને કરાચી તરફ લઈ જવાયા છે. જેમાં બે બોટ પોરબંદર અને બે બોટ વેરાવળની હોવાનું જાણવા મળે છે.