પોરબંદરઃ જિલ્લામાં કોરોનાના દર્દીનો કુલ મૃતકાંક ૧૦૦થી વધુએ પહોંચ્યો છે, પરંતુ પોરબંદરની પ્રજા કોરોનાની સાવચેતી અંગે જરા પણ સજાગ દેખાતી નથી. પોરબંદર પાલિકા તરફથી વારંવાર સૂચનાઓ આપવા છતાં ભીડ એકઠી થતી રોકાઈ શકાતી નથી. પોરબંદર ચોપાટી પર પાર્કિંગના પટાંગણમાં દર રવિવારે ગુજરી બજાર ભરાય છે જ્યાં બહોળી સંખ્યામાં લોકો એકઠા થાય છે. આ રવિવારે પણ બજાર ભરાયું અને ત્યાં લોકમેળા જેવો માહોલ હતો.