વેરાવળ: સોમનાથ - પ્રભાસ પાટણમાં ભગવાન કૃષ્ણએ પણ એક સમયે પ્રસ્થાન કર્યું હતું તેવી વાયકા છે. તેથી જ સોમનાથમાં આવેલા ગોલોકધામમાં રૂ. ૧૧ કરોડના ખર્ચે શ્રીકૃષ્ણ ચરણપાદુકા મંદિરનું નિર્માણ થશે તેવી જાહેરાત તાજેતરમાં કરાઈ છે. ભગવાન શ્રીકૃષ્ણના પગમાં તીર વાગ્યા બાદ ભાલકા તીર્થથી નિજધામમાં પ્રસ્થાન કર્યું હતું. આ સ્થળ સોમનાથ નજીક છે. દેહોત્સર્ગ નામે પ્રખ્યાત આ સ્થળ ગોલોકધામથી પણ ઓળખાય છે. શ્રીકૃષ્ણની દિવ્ય લીલાનાં દર્શન કરાવતા ચરણ પાદુકાની આજે પણ અહીં પૂજા કરવામાં આવે છે. આ કૃષ્ણ મંદિર રાજસ્થાનના ગુલાબી બંશી પહાણપુર પથ્થરથી તૈયાર કરવામાં આવશે. મંદિરની ડિઝાઇન અને નકશી કામ સ્થાપત્યકલાને અનુરૂ૫ કરાશે. મંદિરની ઊંચાઇ ૯૭ ફૂટ હશે. શિખરની ઉંચાઇ પ૪ ફૂટ, પિલર્સની સંખ્યા ૪૪થી વધુ અને સભામંડ૫ની પહોળાઇ પ૬ ફૂટ રહેશે. સભામંડ૫નો વિસ્તાર ૨૪૬૦ ચોરસફૂટ જેટલો હશે. ધ્વજદંડ ૨૭ ફૂટ હશે.
ગોળાકાર સ્વરૂપે તૈયાર થનારા આ મંદિરનું નિર્માણ ૧૫૦૦ ચોરસમીટર ખુલ્લા પ્લેટફોર્મ ૫ર કરવામાં આવશે.