રાજકોટઃ સૌરાષ્ટ્રમાં હેરિટેજ સાઈટ તરીકે પ્રખ્યાત ખંભાલિડા બૌદ્ધ ગુફા સહિતના સ્મારકો જાળવણીના વાંકે ધૂળ ખાઈ રહ્યા છે. ખંભાલિડા બૌદ્ધ ગુફાની સલામતી અને જાળવણી માટે ચોકીદાર સુદ્ધાં નથી. ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રવાસ માટેની વીડિયો એડમાં ખંભાલિડા બૌદ્ધ ગુફાનું અનેરું મહત્ત્વ દર્શાવાય છે, પરંતુ જ્યારે પર્યટકો આ ગુફાઓની મુલાકાત લે છે તો ખંડેરો અને નિર્જન વિસ્તાર સિવાય કંઈ તેમને જોવા મળતું નથી. આ ઐતિહાસિક ગુફાના શિલ્પો અને કોતરણીની સલામતી માટે એક ચોકીદાર પણ નથી.