પ્રેમ સંબંધમાં આડખીલીરૂપ પુત્રીની હત્યા કરનાર જનેતા અને તેના પ્રેમીને ફાંસીની સજા

Friday 09th April 2021 05:11 EDT
 
 

ધ્રાંગધ્રા: પાટડીના ધામા ગામે પ્રેમસંબંધમાં આડખીલીરૂપ બનતી પુત્રીની હત્યા કરવાના આરોપસર જનેતા અને તેના પ્રેમીને ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.
ધામા ગામે રહેતી કંકુ નામની મહિલાને ઉમંગ ઠક્કર નામના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. કંકુની માસુમ પુત્રી સોનલને આ સંબંધ અંગે જાણ થઇ ગઇ હતી. આથી તેણે માતાને આ સંબંધ અંગે પિતાને જાણ કરી દેશે તેવું કહ્યું હતું.
આથી કંકુએ તેના પ્રેમી ઉમંગની સાથે મળીને પુત્રી સોનલનો કાંટો કાઢી નાખવાનું આયોજન કર્યુ હતું. પ્લાનના ભાગરૂપે કંકુ તેની પુત્રી સોનલને લઇને તેના પ્રેમી ઉમંગના ઘેર ગઇ હતી. જ્યાં છરીના ઘા મારીને સોનલની હત્યા કરી નાંખી બન્ને નાસી
ગયા હતા.
આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે કંકુ અને તેના પ્રેમી ઉમંગ ઠક્કરની ધરપકડ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter