રશિયાના પ્રેસડેન્ટ વ્લાદિમીર પુતિને મોરબીમાં પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલાં લોકોના પરિવાર પ્રત્યે સંવેદના જાહેર કરી છે. નોંધનીય છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 135 લોકોનાં મોત નોંધાયા છે. પ્રેસિડેન્ટ દ્રોપદી મૂર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માટે સોમવારે, ક્રેમલિન વેબસાઈ પર પ્રકાશિત સંદેશમાં પુતિને જણાવ્યું હતું કે માનનીય પ્રેસિડેન્ટ, માનનીય વડાપ્રધાન ગુજરાત રાજ્યમાં દુઃખદ પુલ દુર્ઘટના પ્રત્યે મારી સંવેદનાનો સ્વીકાર કરશો. રશિયાની સમાચાર એજન્સી ટીએએસએસ અનુસાર પ્રેસિડેન્ટ પુતિને આ દુર્ઘટના આ દુર્ઘટનામાં પ્રાણ ગુમાવનારા લોકો માટે શોક વ્યક્ત કરીને તેમના પરિવાર અને મિત્રજન પ્રત્યે સંવેદન વ્યક્ત કરી હતા. નેપાળના વડાપ્રધાન શેરબહાદુર દેઉબા અને દલાઈ લામાએ મોરબીમાં સર્જાયેલી પુલ દુર્ઘટના પર સંવેદના પ્રક્ટ કરી હતી.