જામનગરઃ શ્રીલંકા અને બાંગ્લાદેશમાં તાજેતરમાં તબાહી મચાવનારા ફેની વાવાઝોડાની અસર ભારતના પૂર્વીય ક્ષેત્રોમાં પણ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે વાવાઝોડાના કારણે ટ્રેન રદ થતાં જગન્નાથપુરી ગયેલા જામનગરના ૩૭૫ જેટલા યાત્રિકો ફસાતાં તેમના પરિવારજનોમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી. મુખ્ય પ્રધાનની સૂચના બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને સલામત જામનગર પહોંચાડવા વ્યવસ્થા કરી છે. તમામ યાત્રિકો સુરક્ષિત હોવાનો દાવો તંત્ર દ્વારા કરાયો હતો. જગન્નાથપુરી ગયેલા જામનગરના તમામ યાત્રિકો રવિવારે પરત ફરવાના હતાં, પણ ટ્રેન રદ થતાં તેઓ પુરીમાં ફસાઈ ગયાં હતાં.