હળવદઃ ગોંડલ નજીક રીબડા ગામે રહેતા અને અગાઉ ધારાસભ્યની હત્યાના ગુનામાં પકડાયેલા અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાની સીમમાં આવેલી વાડીનાં મકાનમાં કાલાવડનાં ખરેડી ગામનો અને ફોજદારનો ભાઈ જુગાર ક્લબ ચલાવતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જિલ્લા પોલીસ અને એલસીબીના સ્ટાફે ત્યાં દરોડો પાડતાં ૧૮ જણા જુગાર રમતા પકડાયા હતા. આ ઘટનામાં રૂ. ૨૪.૩૯ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો જ્યારે વાડીમાલિક ફરાર થઈ જતાં પોલીસે શોધખોળ શરૂ કરી હતી.