ભાવનગરઃ ભાવનગરથી દસમીએ બપોરે ઉપડેલ એક મિની ખાનગી લકઝરી બસના ડ્રાઇવરે વલ્લભીપુરથી ૨ કિલોમીટર દૂર આવેલા દરેડિયાના નાળા પાસે સાઇડ કાપવા જતા સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા નાળા ઉપરથી મિની બસ નીચે ખાબકતાં બસમાં બેસેલા આડત્રીસ જેટલા મુસાફરોમાંથી પાંચના મોત નીપજ્યા હતા. જ્યારે બાકીના મુસાફરોને નાની-મોટી ઇજા થતાં ભાવનગર તથા વલ્લભીપુર ખસેડાયા હતા. અન્ય પાંચેક મુસાફરોની હાલત દસમીએ તબીબોએ ગંભીર જણાવી હતી.