મોરબીઃ લોકડાઉનમાં છુટછાટો પછી ઓદ્યોગિક ઉત્પાદન શરૂ કરવા ઘણા સમયથી મંજૂરી મળી ચૂકી છે. પરંતુ કામદારો અને માગના પ્રશ્ને ઉદ્યોગકારો નાસીપાસ થઇ રહ્યા છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ શરૂ થયાને મહિના જેવો સમય થયો છે, છતાં ત્રીજા ભાગની ફેક્ટરીઓ ખૂલી શકી છે. માસિક અંદાજિત રૂ. ૩૭૫૦ કરોડથી ધમધમતા મોરબી સિરામિક ઉદ્યોગના ૭૦ ટકા એકમો હજી બંધ છે. ઉદ્યોગકારોનું માનવું છે કે હજુ જુલાઈના અંત સુધી આ ઉદ્યોગમાં કળ વળે તેમાં નથી. મોરબી સિરામિક એસો.ના પ્રમુખ નિલેષ જેતપરિયા કહે છે. મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં સિરામિકના આશરે ૭૦ ટકા એકમો બંધ થઈ જવાથી ઉદ્યોગોને આર્થિક ફટકો પડ્યો છે.