બાવાસીમરોલી ગામે દંપતીનો આપઘાત

Monday 09th March 2020 06:09 EDT
 

જૂનાગઢઃ કેશોદ નજીક આવેલા નાનકડા ગામ બાવાસીમરોલી ગામે છઠ્ઠી માર્ચે સવારે દિલીપભાઇ માણસુરભાઇ સિસોદિયા (ઉં. ૩૦) અને તેમનાં પત્ની મંજુબહેન (ઉં ૨૮)નો તેમના ઘરમાંથી સજોડે મૃતદેહ મળી આવ્યો હતો. દિલીપભાઈના મોટાભાઇ કનુભાઇએ પોલીસમાં નોંધાવ્યું કે, તેમણે રૂમનો દરવાજો ઘણી વાર સુધી ખખડાવ્યો પણ કોઈએ ન ખોલતાં તેમણે દરવાજો ખોલીને જોયું તો દંપતી બેભાન હાલતમાં પડ્યું હતું. બંનેને સારવાર માટે કેશોદની હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. ત્યાં બંનેની હાલત ગંભીર જણાતા તેમને રાજકોટની હોસ્પિટલમાં લઈ જવાતા હતા ત્યારે રસ્તામાં બંનેનાં મુત્યુ થયાં હતાં. પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, દિલીપભાઇ અને તેમનાં પત્ની મંજુબહેન વચ્ચે સતત ઝઘડા થયા કરતા. બંને વચ્ચે એક વખત મોટા કલેશ બાદ સમાધાન પણ થઇ ગયું હતું, પણ તેઓ વચ્ચેના સતત ઝઘડા બાદ બંનેએ આત્મહત્યા કરી હોઈ શકે છે. 




to the free, weekly Gujarat Samachar email newsletter