બીડી ન મળતા વૃદ્વે જીવન ટુંકાવ્યું

Monday 18th May 2020 06:40 EDT
 

રાજકોટ: લોકડાઉનને કારણે વ્યસનો નહીં સંતોષાતા લોકો આપઘાત કરવા તરફ વળ્યાં છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વ્યસનીઓએ આપઘાતનો પ્રયાસ કે જિંદગી ટુંકાવી લીધાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. રાજકોટ તાલુકાના કુવાડવા ગામે બીડી નહીં મળવાથી રહેતા કુંવરજીભાઇ ધનાભાઇ બાહુકિયા નામના ૯૫ વર્ષીય વૃદ્વે તાજેતરમાં વહેલી સવારે ઘરે હુકમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સંતાનોએ કુંવરજીભાઇને બીડીની વ્યવસ્થા કરી આપી હતી, પરંતુ તે ખાલી થઇ જતાં તેઓ આકુળ વ્યાકુળ થઇ ગયા અને જિંદગી ટુંકાવી લીધી હતી.




to the free, weekly Gujarat Samachar email newsletter