રાજકોટ: જામટાવર પાસે આવેલી નવી કલેક્ટર કચેરીએ ૧૧ વર્ષ પૂર્વે તોડફોટ કરી નુકસાન કરવા અંગેના કેસમાં જ્યુડિશિયલ મિજિસ્ટ્રેટ આર એસ રાજપૂતે ૧૭૭ આરોપી પૈકી કોંગ્રેસના ૧૦ આગેવાનોને દોષિત ઠેરવી ૧-૧ વર્ષની સજા અને દરેક આરોપીને રૂ. ૫-૫ હજારનો દંડ ફટકાર્યો છે. અન્ય ૧૬૭ને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. સરકારે પક્ષ તરફથી એચ ડી ચૌધરીએ ૮ પંચ તેમજ ૧૨ સરકારી અધિકારી, ૩૩ પોલીસ કર્મચારી સહિત ૫૬ સાક્ષીને રજૂ કરી કેસને પુરવાર કર્યો હતો. ૧૧ વર્ષ પહેલા સરકારી મિલકલને નુકસાન પહોંચાડવા કેસમાં કુલ ૧૭૯ આરોપી પૈકી જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશી અને વાંકાનેરના ધારાસભ્ય મહમદ પીરજાદા સહિત ૧૦ કોંગી આગેવાનનો અદાલતે ફટકારેલી સજા બાદ આરોપીઓને ઉપલી અદાલતમાં અપીલ કરવા માટે ૩૦ દિવસની મુદત અપાઈ હતી.
સજા પામેલા તમામ તે સમયે મહત્તમના હોદ્દે હતા
તે સમયના હળવદના પૂર્વ ધારાસભ્ય દેવજીભાઇ ગોવિંદભાઇ ફતેપુરા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ જશંવતસિંહ રૂપસિંહ ભટ્ટી, શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ઇન્દ્રનીલ સંજયભાઇ રાજ્યગુરુ, યુવક કોંગ્રેસ પ્રમુખ મહેશ કલ્યાણજીભાઇ રાજપૂત, રાજકોટ પૂર્વ મેયર અશોકભાઇ માણસુરભાઇ ડાંગર. મેંદરડાના પૂર્વે ધારાસભ્ય ભીખાભાઇ જોશી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઇ શામજીભાઇ રાણપરિયા. કોંગ્રેસ પ્રદેશ મંત્રી ભીખુભાઇ વેજાનંદભાઇ વરોતરિયા, વાંકાનેરના ધારાસભ્ય મહમદભાઇ જાવેદભાઇ પીરજાદા અને ગોરધનભાઇ પોપટભાઇ ધામેલિયાનો સમાવેશ થાય છે.