રાજકોટ: રાજકોટમાં જિલ્લા પંચાયત ચોકમાં આવેલી યસ બેન્કના એક ખાતેદારના ખાતામાંથી બેન્કે રૂ. ૧.૬૨ લાખ કાપી લેતાં ખાતેદારે ગાદલાં - ગોદડાં સાથે બેન્કમાં ધામા નાંખ્યા હતા. જેના ખાતામાંથી પૈસા કપાયા તેમણે આક્ષેપ કર્યો હતો કે, બેન્કના ફોર્મેટમાં ચેન્જ થતાં તે અંગેના ડોક્યુમેન્ટસ પોતાની પાસે માગ્યા હતા. આ ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા હોવા છતાં તેના ખાતામાંથી પૈસા ઉપડી ગયા હતા અને ૧૦ દિવસ સુધી મેઈલ કર્યો અને રૂબરૂ રજૂઆત કરી આમ છતાં બેન્ક તરફથી કોઈ જવાબ નહીં મળતા તેમણે આ નિર્ણય લીધો હતો.