બોટાદ ગેંગરેપમાં આરોપીઓ ૨૫ વર્ષે નિર્દોષ જાહેર

Wednesday 19th April 2017 08:28 EDT
 
 

ભાવનગરઃ બોટાદ તાલુકાના દાડવા ગામની આ વર્ષ ૧૯૯૧ની ઘટના છે. પીડિતાની ફરિયાદ હતી કે, પતિ ભાવનગર ખરીદી કરવા ગયા ત્યારે ઘરમાં આ એકલી મહિલાને આરોપીઓ ઉપાડી ગયા. ત્રણ કિ.મી દૂર વાડીમાં તેની પર રેપ કરાયો. ઉપરાંત તેના પતિને ધમકાવીને પાંચ દિવસ કેદ કરાયો હતો. પાંચમા દિવસે પતિ નાસી છૂટ્યો હતો. આ ઘટનામાં કુલ ૮ વ્યક્તિઓ સામે આરોપ હતા, પરંતુ આટલા લાંબા સમયમાં ત્રણ કથિત આરોપીના મૃત્યુ થયા હતા. વર્ષ ૧૯૯૧ની કથિત ગેંગરેપની આ ઘટનામાં નીચલી અદાલતે ૨૪ વર્ષ બાદ ૨૦૧૫માં ચુકાદો આપતાં પાંચ આરોપીને ૧૦ વર્ષની સખત કેદ અને રૂ. ૧ લાખ જેટલો દંડ ફટકાર્યો હતો. જેની સામે આરોપીઓએ હાઈ કોર્ટમાં અપીલ કરી અને હાઈ કોર્ટે નીચલી અદાલતના ચુકાદાને ખામીયુક્ત ઠેરવતાં રદ કરીને આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter