ભાવનગરઃ શહેરના વરતેજસ્થિત તંબોલી કાસ્ટિંગ લિ. કંપનીમાં ૨૯મી ઓગસ્ટે ચેરમેન, ડાયરેક્ટર્સની સહિતનાની બોર્ડ મિટિંગ ચાલી રહી હતી. જેમાં ડાયરેક્ટર મેહુલ તંબોલી તેના નાના ભાઈ વૈભવ તંબોલી પર છરીનો ઘા કરીને નાસી છૂટતાં કાયદેસર કાર્યવાહી કરાઈ હતી. મેહુલ તંબોલીના પિતા બિપિનભાઈ ફૂલચંદભાઈ તંબોલીએ વરતેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મેહુલની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટના આદેશથી પાંચમીએ મેહુલને જિલ્લા જેલહવાલે કરાયો હતો.