જામનગર: હાથી કોલોની વિસ્તારમાં અલગથી ફ્લેટમાં રહેતી અને ભાજપના પૂ્ર્વ સાંસદ ચંદ્રેશ પટેલની પુત્રવધૂ દિવ્યા હિતેશ કોરડિયા સંચાલિત જુગાર ક્લબ પર પોલીસે ૧૭મીએ દરોડા પાડીને ૧૫ મહિલાઓને ઝડપી લીધી હતી. જુગારખાનામાંથી રૂ. ૧.૭૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ફ્લેટમાં જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમીના આધારે એલસીબીના સ્ટાફે દરોડો પાડ્યો હતો.