ભાવનગરઃ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ભાવનગરના સાસંદ ડો ભારતીબહેન શિયાળની પસંદગી થતાં ૨૭મીએ ભાજપના આગેવાનો, કાર્યકરો ભાવનગરમાં શહેર ભાજપ કાર્યાલય ઉમટ્યા હતા અને આતશબાજી કરી હતી તેમજ ગરબા લીધા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. શાસક પક્ષ ભાજપના જ આગેવાનો કાર્યકરોએ કોરોના મહામારી અંતર્ગત આમ બેજવાબદારી ભરેલું વર્તન કરીને નીતિ નિયમોને ખુલ્લેખામ નેવે મૂકી દેતાં સવાલ ઉઠ્યા છે કે, સત્તાધારી પક્ષ નીતિ નિયમોથી શા માટે પર છે?