ભાવનગરઃ સમગ્ર ભારતમાં શૌચાલયના વિષયને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.એ તૃતિય વર્ષ બી.એ.ના સ્નાતકના કોર્સમાં મૂકવાની પહેલ એકાદ વર્ષથી કરી છે. આ કાર્ય બદલ યુનિ.નું અને સમગ્ર કોર્સ - સેનિટેશન ઓફ સોશિયોલોજીને ઘડનારા શામળદાસ કોલેજના પ્રો. ડો. અનિલભાઇ વાઘેલાનું રાષ્ટ્રીય કક્ષાએ સુલભ સ્વચ્છતા સન્માન પણ કરાયું હતું.
હવે વિદ્યાર્થીઓને પણ આ કોર્સના ભણતરમાં રસ પડી રહ્યો છે. ભાવનગર યુનિ.ના કુલપતિ ડો. શૈલેષભાઇ ઝાલાએ જણાવ્યું હતું કે, સુલભ ઇન્ટરનેશનલ સર્વિસીસ દ્વારા ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ.ના શામળદાસ આર્ટસ કોલેજના પ્રો. ડો. અનિલભાઇ વાઘેલાને સોશિયોલોજી ઓફ સેનિટેશન અંગે પોતાના વિચારો રજૂ કરવા જણાવાયું હતું અને તેઓએ વિષયના વિવિધ મુદ્દાઓને આવરી લઇ આ અંગે કોર્સ તૈયાર કરતા સંસ્થાએ લાંબી વિચારણા બાદ સમગ્ર દેશમાંથી જે ૪૦૦ અને અંતે જે ૧૦ સમાજશાસ્ત્રીઓના નામ પસંદ થયા હતા તેમાં આખરે ભાવનગરના પ્રો. ડો. અનિલ વાઘેલાનું નામ પસંદ કરાયું હતું.