ભાવનગરઃ ગિરિરાજસિંહ ગોહિલે ઉનાળામાં તપતા સૂર્યનો સદુપયોગ કરતાં સોલર રિક્ષા અને સોલર સ્કૂટરની શોધ કરી છે. સૂર્યઊર્જાથી ત્રણેક કલાક બેટરી ચાર્જ કર્યા બાદ બંને વાહનો ૨૦થી ૩૦ કિલોમીટર સુધી આસાનીથી ચલાવી શકાય છે. વાહનોમાં ગિરિરાજે ઉપરના ભાગે ૩૦ વોલ્ટની સોલર પેનલ ફિટ કરી છે.
બેટરીનો ઉપયોગ
ગિરિરાજે પહેલાં રિક્ષા તૈયાર કરી હતી. તેમાં ૧૨ વોલ્ટની બે બેટરી છે. ઉપરાંત રિક્ષામાં લાઈટથી પણ બેટરી ચાર્જ થાય છે. જેનો ખર્ચ રૂ. ૯૦ હજાર થાય છે. સ્કૂટરમાં એક જ બેટરી છે.