ભાવનગર: નિવૃત્ત ડી.વાય.એસ.પી.ના વિજયરાજનગરમાં રહેતા પુત્રએ પત્ની અને બે દીકરી સાથે સામૂહિક આત્મહત્યા કરી લીધાના બનાવથી ખળભળાટ મચ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાંચના પૂર્વ પોલીસ ઈન્સ્પેક્ટર અને નિવૃત્ત ડી.વાય.એસ.પી. નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ ઉર્ફે પ્રદ્યુમ્નસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (ઉ. વ. ૪૫)એ ૧૬મી સપ્ટેમ્બરે સાંજે ૬.૦૦ વાગ્યા આસપાસ પત્ની બીનાબા (ઉ. ૩૮), દીકરી નંદનીબા (ઉ. ૧૫) અને યશશ્વીબા (ઉ. ૧૧) સાથે રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી સામૂહિક આત્મહત્યા કરી લીધો હોવાનું પોલીસમાં નોંધાયું હતું.
બાળકોએ કહ્યું બંગલામાં ફટાકડા ફૂટે છે
ઘટના બની ત્યારે પૃથ્વીરાજસિંહનાં ઘર પાસે રમતાં બાળકો પોતાના ઘરે દોડ્યાં હતા અને તેમનાં પરિવારજનોને જણાવ્યું કે, બંગલામાં ફટાકડાં ફૂટે છે. પાડોશીઓએ તપાસ કરતાં દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો અને બંગલામાં પરિવાર મૃત મળ્યો હતો. બિલ્ડીંગ કન્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા પૃથ્વીરાજસિંહના પરિવારે કરેલા આપઘાતની ઘટનાની જાણ થતાં ભાવનગર એસ.પી., એ.એસ.પી., એફ.એસ.એલ. ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. એફ.એસ.એલ.ની કાર્યવાહી બાદ તમામના મૃતદેહને પી.એમ. અર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું કે, પૃથ્વીરાજ બંગલાના ઉપરના માળે બેડરૂમમાં બેડ પરથી બંને દીકરી મૃત મળી હતી જ્યારે બીનાબાની રસોડામાંથી અને મેઇન હોલના સોફા પરથી લમણે ગોળી ખાધેલી હાલતમાં પૃથ્વીરાજસિંહની લાશ મળી હતી. પરિવારના પાલતુ શ્વાન ટોમીને પણ ગોળી મારી દેવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન બંને દીકરી બાદ પત્ની બીનાબા અને ત્યારબાદ પૃથ્વીરાજસિંહે આત્મહત્યા કર્યાનું સામે
આવ્યું હતું.