ભાવનગરઃ એક મહિલાએ મહિલાઓ માટે એક સ્વપ્ન જોયું હતું અને તે સ્વપ્ન સાકાર કરવા તેઓએ અથાગ પરિશ્રમ કરી ૩૦ જેટલી શ્રમજીવી મહિલાઓને રિક્ષા ચલાવતા શીખવાડી પોતાનું ભાવનગરમાં પિંક રિક્ષાનું સ્વપ્ન સાકાર કર્યું છે અને આગામી ૧ જાન્યુઆરી ૨૦૧૭થી ભાવનગર શહેરમાં મહિલા દ્વારા ચાલતી માત્ર મહિલાઓ માટે રિક્ષા ફરતી થશે. જોકે, પરિવાર અને બાળકો સાથે હશે તો તેવા મુસાફરોની સવારી લેવાશે.
ભાવનગર રિક્ષા ચાલક એસોસિએશનનાં પ્રમુખ અને મહિલા અગ્રણી ભાવનાબહેન રાવલે મહિલાઓ રિક્ષા ચલાવી અને પોતાનાં પરિવારને આર્થિક મદદરૂપ થાય તેવી ભાવના સાથે માત્ર પાંચ બહેનોને રિક્ષા ચલાવતા શીખવાડવાની શરૂઆત કરી હતી અને માત્ર બે માસમાં ૩૦ બહેનોને રિક્ષા ચલાવતી કરી છે. એટલું નહીં મહિલા રિક્ષાચાલકની રિક્ષામાં માત્ર મહિલાઓને મુસાફરી કરશે.