ભાવનગરમાં ૧૭,૫૯૫ દર્દીને નિઃશુલ્ક સારવારનો વિક્રમ

Wednesday 18th September 2019 07:20 EDT
 

ભાવનગરઃ શહેરની મહિલા કોલેજ ખાતે સેવાભાવી માવતર સંસ્થાના પ્રેરણાસ્ત્રોત સ્વ. વિજયભાઈ દવેની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે માવતર સંસ્થા ભાવનગર, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને ભાવનગર મહાપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલ રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા તેમજ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિત રહી વિજયભાઈ દવેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ મેગા મેડિકલ કેમ્પમાં ૧૭,૫૯૫ લોકોએ ભાગ લીધો જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું. આ પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, માનવસેવા સૌથી મોટી સેવા ગણાય છે. આથી વિભાવરીબહેન દવે દ્વારા હાથ ધરાયેલા સેવાના આ યજ્ઞને અભિનંદન પાઠવું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter