જામનગરઃ શહેરના ઇવા પાર્ક વિસ્તારમાં એક બિલ્ડર પર ગોળીબાર અંગેના ચકચારી પ્રકરણમાં પોલીસે કુખ્યાત ભૂમાફિયા પાસેથી રૂપિયા બે કરોડની સોપારી લેનાર મુખ્ય સૂત્રધાર એવા ખંભાળિયા પંથકના વતની અને હાલ જામનગરમાં રહેતા એકને પકડી પાડ્યો હતો.
તાજેતરમાં પહેલા બિલ્ડર જયસુખ ઉર્ફ ટીના પેઢડિયા ઉપર ગોળીબારથી ખૂનનો પ્રયાસ કરવા અંગેના પ્રકરણમાં ગોળીબાર કરવા સોપારી આપનાર જયેશ પટેલ અને તેના સાગરિતો સામે ગુનો નોંધાયા પછી પોલીસે ગોળીબાર માટે ગયેલા એક બાળ આરોપી સહિત સાત આરોપીને પકડી પાડ્યા હતા.
આમાંથી એક બાળ આરોપીને રાજકોટ રિમાન્ડ હોમમાં મોકલી અપાયો હતો જ્યારે અન્ય છ આરોપીઓ મયૂર હાથલિયા, દીપ હડિયા, સુનિલ કણજારિયા, સુનિલ ઉર્ફે જાંબુ નકુમ, કરણ ઉર્ફ કારો કેસરિયા અને ભીમશી કરમુર વગેરેની ધરપકડ કરી રિમાન્ડની માગણી સામે અદાલતમાં રજૂ કરાયાં હતાં.
આ ઉપરાંત આ પ્રકરણનાં મુખ્ય સૂત્રધાર ગણાતા ખંભાળિયાના અને હાલ જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતા ભરત ઉર્ફે કચા કમરશીભાઈ ચોપડાની ધરપકડ કરવામાં આવી હતી.