મંદિર અને દરગાહ એક જ મહંતની સેવા

Wednesday 07th September 2016 07:45 EDT
 

રાજકોટઃ માળિયા મિયાણાથી ૨૫ કિ.મી. દૂર આવેલ નાના દહીંસરા ગામે હિન્દુ-મુસ્લિમ એક્તાના ઉદાહરણ સ્વરૂપે ઐતિહાસિક ધાર્મિક સ્મારક છે જેમાં ખીમસાહેબનું મંદિર અને કરિશ્મા પીરની દરગાહ એક જ સ્થાનકમાં બિરાજમાન છે જ્યાં મંદિરના પૂજારી દરરોજ સવાર-સાંજ મંદિરમાં દીવા અને દરગાહે લોબાન મહંત હરિદાસગુરુ શામજીદાદા સેવા પૂજા કરી રહ્યા છે. અહીં હજારો હિન્દુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓ દેવદર્શને માથુ ટેકવવા આવે છે. આ ધાર્મિક સ્થળ નાના દહીંસરાના તળાવની પાળ પર આવેલ છે. જ્યાં માતા રાજબાઈમા, મોતિરામબાપુ, ખીમસાહેબ અને કરિશ્મા પીર આમ ચાર એકીસાથે ધાર્મિક સ્થળ છે. આ સ્થળ વર્ષો પહેલાં રાજલમાતાની ટેકરી અને હાલમાં ખીમસાહેબના અખાડા તરીકે ઓળખાય છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter