અમરેલીઃ સાવરકુંડલા નજીકના વંડા ગામમાં મહિલા પોલીસ અધિકારી ચેતનાબહેન મોહનભાઇ કણસાગરાએ આરોપીના રિમાન્ડ નહીં લેવા મુદ્દે તેની પાસેથી લાંચ સ્વરૂપે રૂ. ૨૭ હજારના મિતાશી કંપનીના એરકન્ડિશનરની માગ કરી હતી. આ લાંચિયા મહિલા પીએસઆઈની એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ ચાલુ કરી છે. ચેતના કણસાગરાએ આપઘાતની ફરજ પાડવાના ગુનામાં આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ કસ્ટડીમાં આવેલા આરોપી પાસેથી તેમના રિમાન્ડ નહીં લેવા મુદે તેમણે રૂ. ૭૫ હજારની લાંચની રકમ લીધી હતી. વધુમાં આ કેસમાં મદદ કરવા અને ભવિષ્યમાં હેરાનગતિ નહીં કરવા આરોપી પાસેથી લાંચ સ્વરૂપે એસીની ફોન ઉપર વારંવાર માગણી કરી હતી. મહિલા પીએસઆઇની લાંચની માગણીથી ત્રસ્ત બનેલા ફરિયાદીએ ચેતનાબહેન વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ કરી દીધી. જેથી એસીબીની ટીમે છટકું ગોઠવીને મિતાશી કંપનીનું એસી લઇને મહિલા પીએસઆઇ પાસે પહોંચ્યા હતા.