પોરબંદર: સુદામાનગરી પોરબંદર શહેરમાં અક્ષય તૃતિયાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. સુદામાજીના મંદિરે વર્ષમાં માત્ર એક જ વખત ચરણસ્પર્શ કરવાનો ભાવિકોને લ્હાવો મળે છે. અક્ષય તૃતિયા એટલે અખાત્રીજનો દિવસ. આ દિવસને સ્વયં સિદ્ધ મુહૂર્તના દિવસ તરીકે ગણવામાં આવે છે. આમ તો આ દિવસના અનેક મહત્ત્વ છે પરંતુ પોરબંદર માટે આ દિવસ અનેરૂ મહત્વ ધરાવે છે. કારણ કે સમગ્ર ભારતમાં એકમાત્ર સુદામાજીનું મંદિર પોરબંદર શહેરમાં આવેલું છે તેથી સોમનાથથી દ્વારકા દર્શને જતા લોકો ખાસ સુદામાજીના દર્શન કરવા અહીં આવતા હોય છે અને અખાત્રીજના દિવસે સુદામાજીના મંદિરે વર્ષમાં માત્ર એક જ વખત ભાવિકોને સુદામાજીના ચરણસ્પર્શ કરવાનો લ્હાવો મળે છે.
વહેલી સવારથી ચરણ સ્પર્શ માટે મંદિરોમાં ભાવિકોની લાંબી કત્તારો જોવા મળી હતી.
અખાત્રીજના દિવસે સુદામાજી પોરબંદરથી ચાલીને દ્વારકા ગયા હતા અખાત્રીજના દિવસે સુદામાજી પોરબંદરથી ચાલીને દ્વારકા ગયા હતા ત્યારે આખું પોરબંદર તેમને વળાવવા આવ્યું હતું ત્યારથી જ આ પરંપરા ચાલી આવી છે. અખાત્રીજના દિવસે જ ભક્ત માટે નિજમંદિર ખૂલ્લું મૂકવામાં આવે છે અને લોકોને સુદામાજીના ચરણસ્પર્શનો લ્હાવો વર્ષમાં માત્ર એક જ વખત આજના દિવસે મળતો હોવાનું સુદામામંદિરના પુજારીએ જણાવ્યું હતું.