અનંત અંબાણીના પ્રિ-વેડીંગ કાર્યક્રમમાં અનંત અંબાણીએ ભાવુક સ્પીચ આપી હતી. તેમણે તેમના પરિવાર અને રાધિકાના પરિવારનો ખાસ આભાર માન્યો હતો. તેમજ તેમના પ્રેરણાસ્ત્રોત તેમના દાદી હોવાનું જણાવ્યું હતું. તેમજ આ કાર્યક્રમ માટે પરિવારે કેટલી મહેનત કરી તે પણ જણાવી પોતે દુઃખ સહન કર્યું હોવાનું જણાવ્યું હતું. અનંતની આ લાગણીસભર સ્વીચ સાંભળી મુકેશ અંબાણી ભાવુક થઇ ગયા હતા.
થેંક્યુ મમ્મા બધુ જ મારા મમ્મીએ કર્યું છે. છેલ્લા ચારેક મહિનાથી દરરોજ 18- 19 કલાક તેઓ આ ફંક્શનની તૈયારીમાં વ્યસ્ત હતા. અહીં આવેલા તમામ મહેમાનોનો આભાર જેઓ મને અને રાધિકાને સ્પેશિયલ ફીલ કરાવવા માટે જામનગર આવ્યા છે. અમે દિલથી આભાર માનીએ છીએ અને કોઈ તકલીફ પડી હોય તો બંને પરિવારને માફ કરજો... હું મારા માતા-પિતા, ભાઈ-ભાભી બહેન-જીજાજીનો આભાર માનું છું. જેમણે આ કાર્યક્રમને યાદગાર બનાવવા ઘણા પ્રયાસો કર્યા છે. મારો પરિવાર આ ઈવેન્ટને ખાસ બનાવવા બે-ત્રણ મહિનામાં માત્ર ત્રણ કલાક જ સૂતો છે. મને આનંદ છે કે હું મારી ખુશી તમારા બધા સાથે વેચી રહ્યો છું. મારી પાસે વાત કહેવા માટે સાચે જ કોઈ શબ્દ નથી. મારું જીવન હંમેશા ગુલાબના ફૂલની જેમ મુલાયમ રહ્યું નથી. મેં ગુલાબના કાંટાની જેમ ઘણા દુઃખ સહન કર્યા છે, મને નાનપણથી જ હેલ્થના ઘણા ઇસ્યુ છે પરંતુ મારા માતા-પિતાએ એ વાતનો અહેસાસ થવા દીધો નથી કે હું બીમાર છું. તેમણે મને હંમેશા હિમત આપી છે અને કહ્યું, કે જે વિચારીશ એ કરી શકીશ. (આ શબ્દ વેળાએ મુકેશ અંબાણી રડી પડ્યા હતા.) તેમણે મારા પર વિશ્વાસ મૂક્યો, હું હંમેશા તેમનો આભારી રહીશ. રાધિકાની વાત કરું તો હું 100 ટકા નસીબદાર છું. હું છેલ્લા સાત વર્ષથી તેની સાથે છું પરંતુ ગઈકાલે મળ્યો હોવ તેમ લાગે છે. હું રોજેરોજ રાધિકાના વધુને વધુ પ્રેમમાં પડુ છું. તેમણે રાધિકા, વિરેન અંકલ, શૈલા આંટી, અંજલી, અમન વગેરેનો આભાર તમે મને તમારા પરિવારમાં ખુલ્લા હાથે સ્વાગત કર્યું. અંતે આ દિવસ આવી ગયો. થેંક્યુ અમન... દાદી કોકિલામમ્મીએ મને આશીર્વાદ આપ્યા છે. તેઓ જામનગરના છે અને મારા પ્રેરણાસ્ત્રોત છે.