કોડીનારઃ કોડીનાર તાલુકામાં ૧૮મીથી ત્રણ દિવસમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી દીપડા પકડવામાં જંગલખાતાને સફળતા મળી છે. ૧પમી ડિસેમ્બરે કાજ ગામે મનુભાઈ મેરામણભાઈ પરમારની વાડીમાથી દીપડો પકડાયા બાદ ૧૭મીએ જામવાડા ગામે જેસિંગભાઈ દાનાભાઈ ચાવડાના રહેણાક મકાનમાં વાછરડાનું મારણ કરતા પાંજરુ મૂકવામાં આવતા દીપડી પાંજરે પુરાઈ હતી. ત્યારબાદ છેલ્લા એક માસથી માલગામ, પાંચ પીપળવામાં બનેલ માનવ ઈજાના બનાવ બાદ સતત હાથતાળી આપતા દીપડાને ૧૮મીએ માલગામ-પાંચ પીપળવા બોર્ડર પર નીતિનભાઈ લખમનભાઈ મોરીની વાડીએ લાંબી જહેમત બાદ પકડ્યો. દીપડી તથા તેના ત્રણ બચ્ચાંને પણ છારા ફોરેસ્ટ સ્ટાફ આરએફઓ વગેરેને પકડવામાં સફળતા મળી હતી.