રાજકોટઃ ક્લેક્ટર કચેરીમાં હજુ કોઈ ચહલપહલ પણ શરૂ થઈ નહોતી ત્યાં જ સાતમી એપ્રિલે સવારે બળદગાડાં અને ટેમ્પોમાં માલધારીઓ કચેરીએ આવી પહોંચ્યા હતા. મર્યાદિત સિક્યોરીટી સ્ટાફ વિશાળ રેલીને કાબૂ કરી શકતો નહોતો. પોલીસને તાત્કાલિક જાણ કરાયા બાદ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયત્ન કર્યો હતો તેવામાં ભીચરી ગામના ખેડૂત પ્રભાતભાઈ લાવડિયા ત્યાં ઢળી પડયા હતા. તેમને તુરત જ સ્ટર્લિંગ હોસ્પિટલમાં લઈ જવાયા પરંતુ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આંદોલનકારોએ મૃતદેહને ક્લેક્ટર કચેરીએ લાવવાની તજવીજ શરૂ કરી એ પહેલાં જ ક્લેક્ટરે આંદોલનકર્તાઓના પ્રતિનિધિ સાથે બેઠક યોજીને યોગ્ય પગલાંની ખાતરી આપી હતી. બીજી તરફ ખેરડી ગામથી રેલીમાં જોડાય એ પહેલાં જ ભાણાભાઈ ડોબરિયા નામના ખેડૂતની પણ તબિયત લથડી હતી જેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું.