મિનિ બસ રોંગ સાઈડમાં ઘૂસતાં ઘટનામાં ૧નું મોત

Tuesday 16th June 2020 17:27 EDT
 

ભાવનગરઃ શહેરના રાધા મંદિર ચોક વિસ્તારમાં ૧૫ જુને સવારે ૧૧ઃ૦૦ વાગ્યા આજુબાજુ હીટ એન્ડ રનની ઘટના બની હતી. રાજ ટ્રાવેલ્સની મિની બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કે બસની બ્રેક ફેઈલ થતાં બસ એક કોમ્પલેક્સના પાર્કિંગમાં ઘૂસી ગઈ હતી. પાર્કિંગમાં રહેલા ૨૦ જેટલા સ્કૂટર અને બાઈકને બસે અડફેટે લીધાં હતાં. જેમાં ૭ જેટલા બાઈક અને સ્કૂટરનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનામાં બે લોકો બસની અડફેટે આવી ગયાં હતાં. જેથી તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે દાખલ કરાયા હતાં. બે ઘાયલોમાંથી યોગેશભાઈ પ્રફુલભાઈ મણિયાર (ઉં ૫૧)નું સારવારમાં મોત થયું છે. આ ઘટનામાં બસચાલક અકસ્માત બાદ નાસી છૂટ્યો હતો. જોકે અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે તેના આધારે વધુ તપાસ કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter