મેઘાણીની ૭૪મી પુણ્યતિથિએ જન્મસ્થળ ચોટીલામાં પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો

Saturday 13th March 2021 04:14 EST
 
 

ચોટીલાઃ મહાત્મા ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે એવા ઝાલાવાડના સપૂત કવિ, લેખક ,પત્રકાર ઝવેરચંદ મેઘાણીની મંગળવાર - ૯ માર્ચે ૭૪મી પુણ્યતિથિ નિમિત્તે તેમના જન્મસ્થળ ચોટીલા ખાતે પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાના હસ્તે ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોનું પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ દિવસે ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘મેઘાણીવંદના’ કસુંબલ ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અભેસિંહ રાઠોડ, લલીતાબેન ઘોડાદરા, ધીરુભાઈ સરવૈયા સહિતના લોકસાહિત્યકારોએ મેઘાણીની કૃતિઓ રજૂ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter