મોરારિબાપુના વતન તલગાજરડામાં રામકથાઃ અમિતાભ બચ્ચન અને અંબાણી પરિવારની ઉપસ્થિતિ

Saturday 13th October 2018 05:18 EDT
 
 

ભાવનગરઃ મોરારિબાપુના વતનમાં બાપુની છઠ્ઠી વખત કથા યોજાશે. ૮૧૮મી કથા ૨૭ ઓક્ટોબરથી ૪ નવેમ્બર સુધી ચાલશે જેમાં ચિત્રકૂટમાં આખું તલગાજરડા રામમય બની જશે. આ કથામાં મુંબઇથી અમિતાભ બચ્ચન, સલમાન ખાન અને અંબાણી પરિવાર આવનાર છે. ચિત્રકૂટ જ્યાં ઉભું કરવામાં આવ્યું છે ત્યાં ૧૮૫ વીઘા જમીનમાં મહુવાના ગુંદરડી ગામના જગદીશ મિસ્ત્રીએ આ વખતે ખેતપેદાશનો પાક જતો કરી પોતાની જમીન પવિત્ર બને તે હેતુથી કથા માટે જગ્યા આપવા બાપુને ઇચ્છા વ્યક્ત કરી હતી.

રામકથાના આયોજનમાં મુખ્ય આયોજક હરિભાઇ નકુમે આપેલી માહિતી પ્રમાણે અમિતાભ બચ્ચન, જુહી ચાવલા, સલમાન ખાન તથા અંબાણી, અદાણી પરિવારના સભ્યો આવે તેવી પૂરી શક્યતાઓ દર્શાવી છે. જેને લઇ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સજ્જ થઇ ગયું છે અને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.




to the free, weekly Gujarat Samachar email newsletter