યુવતીને ફસાવીને ત્રણ વર્ષથી પાંચ નરાધમો દ્વારા બળાત્કાર

Wednesday 23rd May 2018 08:16 EDT
 

વેરાવળઃ વેરાવળની હોટેલ પાર્ક અને સાસણ (ગીર)ના ભોજદેના ફાર્મ હાઉસમાં વેરાવળ નજીકના ગ્રામ્ય યુવતી પર બળાત્કાર થતો રહ્યો હોવાની સાથે આ ઘટનામાં વેરાવળની બે કુખ્યાત યુવતીઓની મદદગારીથી પીડિતા ફસાઈ હોવાની વિગતો પોલીસ ફરિયાદમાં નોંધાતા બળાત્કારીઓની શોધ ચાલે છે.
ગામડામાં રહેતી યુવતીએ પોલીસમાં વેરાવળના સોયબ અબ્દુલ ગફાર સોરઠિયા સહિત પાંચ મુસ્લિમ યુવકો વિરુદ્ધ તેના અશ્લિલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી અવારનવાર તેની સાથે બળાત્કાર ગુજારી છેલ્લા ત્રણ વર્ષથી ધાકધમકી આપી શોષણ કરતા રહ્યા હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત તેની સાથે પાંચેય યુવકોએ અલગ અલગ સમયે વેરાવળના જૂનાગઢ રોડ પર આવેલી હોટેલ પાર્ક તેમજ સાસણ (ગીર) નજીકના ભોજદે ગીરના એક ફાર્મ હાઉસમાં બળાત્કાર કર્યો હોવાનું જણાવ્યું છે. આ યુવતીના શારીરિક શોષણમાં વેરાવળની સંગીતા બાવાજી અને મીના નામની યુવતી આરોપી યુવકોની મદદગારી કરતી હતી અને આ બંને યુવતીઓ થકી મુસ્લિમ યુવકો પીડિતાનો સંપર્ક કરી યુવતીને ઊઠાવીને તેની સાથે દુષ્કર્મ આચરતા હોવાનો પણ પીડિતાની ફરિયાદમાં ઉલ્લેખ છે. પોતાના વિરુદ્ધ ફરિયાદ થતાં આરોપીઓ નાટ્યાત્મક રીતે ફરાર થઈ ગયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter