રાજકોટ: જેટ એરવેઝની પડતી બાદ હવે એર ઈન્ડિયાની વિમાની સેવામાં પણ કાપ મૂકવાનો નિર્દેશ છે. ત્રણ મહિના માટે રાજકોટ-મુંબઈ વચ્ચેનું એર ઈન્ડિયાનું વિમાન દરરોજને બદલે અઠવાડિયામાં માત્ર ૩ દિવસ જ ઉડાન ભરશે તેવું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં હજયાત્રા શરૂ થવાની છે. તેના માટે એર ઈન્ડિયાના વધુ વિમાનો ફાળવવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. હજયાત્રા માટે ઘર આંગણાની વિમાની સેવામાં કાપ મૂકવો પડે છે. જે અંતર્ગત એર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં ઘટાડો કર્યો છે. રાજકોટથી મુંબઈ વચ્ચે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ફક્ત ત્રણ જ દિવસ મંગળ, ગુરુ અને શનિવારે ફ્લાઈટ મળશે. એવી જ રીતે જામનગરમાં પણ અઠવાડિયામાં ત્રણ દિવસ જ ફ્લાઈટ મળશે. જો કે દિલ્હીની વિમાની સેવા યથાવતા રાખવામાં આવી છે.