રાજકોટ શહેરમાં પ્રથમ વખત અશાંત ધારો લાગુ

Monday 18th January 2021 10:54 EST
 

રાજકોટઃ શહેરમાં પ્રથમ વખત અશાંતધારો લાગુ થયો છે. રાજ્ય સરકારે રેસકોર્સ અને એરપોર્ટ વિસ્તાર પાસેથી ૨૮ પોશ સોસાયટીમાં ૧૫મી જાન્યુઆરીએ અશાંતધારો લાગુ કરતાં હવે આ વિસ્તારમાં મિલકત ટ્રાન્સફર કરતાં પહેલા કલેક્ટરની મંજૂરી ફરજિયાત લેવી પડશે. રાજકોટ અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૫ વર્ષમાં આ ૧૬ ટકા મિલકતોના સોદા ઇન્ટરકાસ્ટ થયા છે એટલે કે એક કાસ્ટની વ્યક્તિએ બીજી કાસ્ટની વ્યક્તિને મિલકત વેચી છે. તેથી ભવિષ્યમાં આ મુદ્દે કોઈ અશાંતિ ન ફેલાય તેથી આ નિર્ણય લેવાયો છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter