રાજકોટઃ મુંબઇ-દિલ્હીનો પૂરતો ટ્રાફિક હોવા છતાં પણ દિલ્હી-મુંબઇની ફ્લાઇટ રાજકોટથી ઘટાડી દેવામાં આવી હતી, પરંતુ હવે એર કંપનીઓને રાજકોટના રૂટ પરથી સારો એવો ટ્ારફિક અને કમાણી દેખાઈ રહી છે. એ જોતાં રાજકોટમાં નવા એરપોર્ટનું નિર્માણ થાય તે પહેલાં જ જૂના એરપોર્ટ પરથી જ એર ફ્રિકવન્સી વધારવાનો નિર્ણય તાજેતરમાં કરવામાં આવ્યો છે. મુસાફરો અને વેપારીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેને પૂર્ણ કરવા માટે રાજકોટ એરપોર્ટ પરથી હાલ દિલ્હીની ત્રણ અને મુંબઇની ત્રણ ફલાઇટ ઉડાન ભરે છે. હવે ૨૯મી ફેબ્રુઆરીથી મુંબઇ જવા માટે સ્પાઇસ જેટની વધુ એક ફલાઇટ શરૂ થવા જઇ રહી છે. જેનું પ્રારંભિક ભાડું રૂ. ૩૬૮૫થી શરૂ કરીને રૂ. ૫૫૧૨ સુધીનું રહેશે.