રાજકોટ: સંગીત થેરાપી આમ તો ઘણી પ્રચલિત છે અને તેના કારણે મનુષ્યના સ્વાસ્થ્ય પર સારી અસર થઈ હોવાના પણ અનેક કિસ્સા નોંધાયા છે. જોકે રાજકોટના ખેડૂત રસિકભાઈ શિંગાળાએ મ્યુઝિક થેરાપીની મદદથી શાકભાજીની ખેતી માટે લીધી છે. રસિકભાઈ આ ઉપરાંત સવાર સાંજ બે કલાક યજ્ઞ પણ કરે છે. રસિકભાઈ કહે છે કે, ખેતીમાં મ્યુઝિક થેરપીની મદદ લીધી તો શાકભાજીમાં ખૂટતા સ્વાદની પૂર્તિ થઈ ગઈ. તેઓ કહે છે કે, શરૂઆતના સપ્તાહમાં લગભગ ખેતરમાં પાકને ત્રણથી પાંચ દિવસ સુધી તિબેટિયન મ્યુઝિક થેરપી આપવાની શરૂઆત કરી હતી અને હવે તેઓ મ્યુઝિક સિસ્ટમના સથવારે ૨૪ કલાક પોતાના ખેતરમાં ઉગાડેલા શાકભાજીમાં મ્યુઝિક થેરપી આપી રહ્યા છે. રસિકભાઈ જણાવે છે કે, મને પોતાને પણ એ અનુભવ થયો છે કે આ થેરાપીથી પાક સારો લઈ શકાય છે. વળી, જે લોકો તેમના શાકભાજી ખરીદ કરે છે એ હવે બીજે ક્યાંય લેવા નથી જતા.
થેરાપીના આ ફાયદા થયા
• શાકભાજીમાં ખૂટતા સ્વાદની પૂર્તિ થવા લાગી.
• પાકની વૃદ્ધિ થઈ, બમણું વળતર મળતું થયું.
• સવાર સાંજ યજ્ઞ થતો હોવાથી ખેતરનું વાતાવરણ શુદ્ધ થયું.
• મ્યુઝિક થેરાપીથી ઉગાડેલું શાકભાજીની માગ વધી છે.