રાજકોટઃ શહેરમાં રૂ. 118 કરોડના ખર્ચે ફ્રેન્ચ ટેકનોલોજીથી સાકાર થયેલા 1144 લાઇટ હાઉસનું 20 જુલાઇએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ નિરીક્ષણ કરીને પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. લાઈટ હાઉસ પ્રોજ્કેટની 90 ટકાથી વધુ કામગીરી પૂરી થઈ ચૂકી છે અને આગામી ઓગસ્ટ માસમાં આ પ્રોજેક્ટનું લોકાર્પણ થઈ શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાઈટ હાઉસના 11 ટાવરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે સમગ્ર કામગીરી ક્યા તબક્કે છે તેની વિગતો પણ તેમણે અધિકારીઓ પાસેથી મેળવી હતી. લાઈટ હાઉસની કામગીરી કોરોના મહામારીના કારણે લંબાઈ હતી. હવે આ આવાસ તૈયાર થઈ ચૂકયા છે અને ઓગસ્ટમાં લોકાર્પણ થઈ શકે તે રીતે તંત્ર આગળ ધપી રહ્યું હોવાનું મેયરે જણાવ્યું હતું. લાઈટ હાઉસ દેશના છ શહેરોમાં અલગ અલગ ટેકનોલોજીથી બની રહ્યા છે. જેમાં ગુજરાતમાંથી એકમાત્ર રાજકોટનો સમાવેશ થાય છે.