રાજકોટ: પ્રોફેસર ધવલ મોનાણીએ પહેલાં પૂઠાંનાં બેડ બનાવ્યા બાદ હવે કોવિડ-૧૯ના દર્દીઓ માટે રિક્ષામાં એમ્બ્યુલન્સ બનાવી છે. રિક્ષામાં થોડા ફેરફાર કરી તેમાં કોવિડના દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય તે માટે રિક્ષામાં બેડ અને ઓક્સિજનની સુવિધા ઊભી કરાઈ છે. બીજી એક રિક્ષા એવી તૈયાર કરી છે જેમાં કોવિડ-૧૯ નું પ્રાથમિક પરીક્ષણ એક્સ–રેથી થઇ શકે છે તેથી એક્સ–રે મશીન મુકાયું છે. જેમાં એક્સ–રે લેનાર અને દર્દી વચ્ચે અંતર જળવાય તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ કરાયો છે. બંને રિક્ષામાં મિનિ જનરેટર પણ મુકાયું છે. હાલ ત્રણ રિક્ષા મુંબઇ મોકલી છે.