રાજકોટઃ કોરોના પોઝિટિવ મૃતકો અંગેની વરવી સચ્ચાઈ બહાર આવી છે. રાજકોટમાં કોવિડના શબઘરમાં મોટા રૂમને બદલે એક લાંબી લોબી હતી જેમાં એક દીવાલ પાસે લાશો રાખેલી હતી જ્યારે તેની બાજુમાં જ સાવરણા, ભંગાર તેમજ બીજો કચરાનો સામાન પડ્યો હતો. એક લાશની ઉપર તો થેલા અને કોથળીઓ રાખી દેવાની બેદરકારી પણ હતી. આ લોબીમાં ૯ લાશ હતી. મોતનો આંકડો છુપાવવા માટે મોટાભાગે રાત્રે જ સ્મશાનમાં મૃતદેહોને લઈ જવામાં આવતા હતા. શબવાહિનીના ડ્રાઈવર તથા સ્મશાનમાં કાર્યરત સેવકો પાસે જમવાનો કે આરામનો પણ સમય રહેતો ન હોવાનું બહાર આવ્યું છે.