અમદાવાદઃ રાજકોટ નજીકમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ માટે કેન્દ્ર સરકારના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં દસમીએ સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. આ એરપોર્ટના નિર્માણનો રૂ. ૨૫૦૦ કરોડનો ખર્ચ તબક્કાવાર એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા કરશે અને એરપોર્ટ માટેની જમીન રાજ્ય સરકાર ઉપલબ્ધ કરાવશે.
રાજકોટ અને ચોટીલા ધાર્મિક સ્થળ પાસેના હિરાસર નજીક આ નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે. ૩૦૪૦ મીટર લાંબા અને ૪૫ મીટર પહોળા રનવે સાથે ૨૫૦૦ એકર વિસ્તારમાં વિમાનમથક નિર્માણ પામશે.