રાજકોટ: શહેરની બાબરિયા કોલોનીમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિમંદિરનો દેવપક્ષે ૧૦ એપ્રિલે બળજબરીથી કબજો મેળવતા દેકારો મચી ગયો હતો. બનાવને પગલે પોલીસના ધાડા ઉતારી દેવાયા હતા.
મંદિરના ટ્રસ્ટી ગણેશભાઇ ડાભીએ આક્ષેપ કર્યો હતો કે, ચાર વર્ષ પહેલા દાનમાં મળેલી જમીનમાં હરિભક્તોએ હરિમંદિરનું નિર્માણ કર્યું હતું. જૂનાગઢના કોઠારી પ્રેમસ્વરૂપ સ્વામી, મોટા અને નાના માધવસ્વામિ સહિતના સાધુઓ અને તેમના મળતિયાઓ બપોરે ધસી આવ્યા હતા અને મંદિરના તાળાં તોડી અંદર પ્રવેશીને આભૂષણો ચોરી કરીને તોડફોડ કરી હતી.
બનાવના પગલે મંદિર સત્તાવાળાઓએ પોલીસને જાણ કરતાં પોલીસ પણ દોડી આવી હતી. અને બંને પક્ષ સમાધાનકારી વલણ અખત્યાર કર્યું હતું.