રાજકોટઃ સીસીટીવી કેમેરાની નજર નીચે હશે એવું દેશ પહેલું શહેર રાજકોટ બનવા જઈ રહ્યું છે. જેને સીસીટીવી વેબ કહે છે.
આ વેબ ઊભી કરવા શહેરમાં અંદાજે ૭૦૦૦ હાઈરેન્જ સીસીટીવી કેમેરા ફિટ થશે. જેનું કામ ઓલરેડી શરૂ થઈ ગયું છે અને છેલ્લા છ મહિનામાં ૨૦૦૦ જેટલા કેમેરા ફિટ કરી દેવાયા છે. રાજકોટના મહાપાલિકા કમિશનર બંધાનિધિ પાનીએ કહ્યું હતું કે ‘સ્માર્ટ સિટીના આ કાર્યક્રમનો અમલદેશભરમા સૌપ્રથમ રાજકોટે કહ્યો છે અને એક વર્ષમાં આખું સિટી કેમેરા નીચે આવી જશે. જેને લીધે ક્રાઈમમાં ઓલમોસ્ટ પચાસથી સિત્તેર ટકા જેટલો ઘટાડો થશે. તો મોલેસ્ટેશન જેવી ઘટનાઓ પણ બિલકુલ બંધ થઈ જશે.
કેમેરાની વેબની ગોઠવણ એ પ્રકારે કરવામાં આવી છે જેમાં એક કેમેરાનું વિઝન સિત્તેર ટકા જેટલું ઓછું થાય કે એ જગ્યાએથી બીજા કેમેરાનું વિઝન શરૂ થઈ ઝાય.બીજી ખાસિયત એ પણ છે કે શહેરમાં લાગનારા તમામ કેમેરા નાઈટ વિઝન ધરાવે છે જેને લીધે રાતના સમયે પણ કોઈ ક્રાઈમ થાય તો એવા સમયે પણ કેમેરાના આધારે એ કેસની તપાસ થઈ શકે અને કેમેરાના વિઝ્યુઅલ્સનો ઉપયોગ પુરાવા તરીકે થઈ શકે.