ગાંધીનગરઃ રાજકોટમાં વૈશ્વિક સ્તરનું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવા માટે એર પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને(AOI) ૧૦૨૫.૫૪ હેક્ટર જમીન ફાળવવાનો નિર્ણય રાજ્યના પ્રધાનમંડળે કર્યો છે. સૌરાષ્ટ્રના મહત્ત્વના અને મુખ્ય એવા રાજકોટ શહેરને દેશ-વિદેશ સાથે હવાઈ માર્ગે જોડવા માટે ગ્રીનફિલ્ડ એર પોર્ટ વિકસાવાનો નિર્ણય લેવાયો છે. ઓથોરિટી BOT ધોરણે એરપોર્ટ વિકસાવશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં રાજકોટમાં વૈશ્વિક માપદંડ સાથેના ગ્રીનફિલ્ડ એર પોર્ટ માટે રાજકોટ નજીકના ત્રણ ગામ, હિરાસર અને ચોટીલા તાલુકાના ડોસલી ધુમા, ગારીડા અને લોમાકોટાડીની ૧,૦રપ.પ૪ હેકટર જમીન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને બિલ્ડ, ઓપરેટ અને મેઇન્ટેઇનના ધોરણે ફાળવવાનો નિર્ણય લેવાયો છે.